માનવનું અધ્યયન કરો. માનવ જ જીવંત કાવ્ય છે.

મહાન માનવ એ જ છે જે પોતાના હૃદય-રક્તનું સિંચન કરીને બીજા માટે માર્ગ તૈયાર કરે છે.

એ જ વ્યક્તિ મહાન છે જેનું ચરિત્ર સદૈવ અને બધી પરિસ્થિતિઓમાં મહાન અને સમરસ રહે છે.

એ જ માનવ સુખી બની શકે જે પોતાના મનનો માલિક હોય, બીજા કોઈ નહીં.

જે માનવ વજ્ર જેવો કઠોર ને બળવાન હોય અને સાથે ને સાથે સ્ત્રીના હૃદય જેવી કોમળતા ધરાવે છે તે જ સાચો માનવ છે.

આપણી પહેલી અને મહત્ત્વની આવશ્યકતા છે ચારિત્ર્ય-ઘડતર.

નીતિમાન થજો. શૂરવીર બનજો. ઉદાર હૃદયના થજો. જાનને જોખમે પણ વીર, ચારિત્ર્યવાન બનો.

શ્રેષ્ઠ કાર્યમાં અનેક વિઘ્નો આવે છે.

નિષ્ફળતા સ્વાભાવિક છે અને એ માનવજીવનનું સૌંદર્ય છે.

બીજાને દોષ ન દો. તમે જે કંઈ દુઃખકષ્ટ ભોગવો છો તેનું એકમાત્ર કારણ તમે જ છો.

ઊઠો, હિંમતવાન બનો. બધી જવાબદારી તમારા શિરે લઈ લો. યાદ રાખજો કે તમારા ભાગ્યનિર્માતા તમે પોતે જ છો.

જેનામાં આત્મવિશ્વાસ નથી એ જ નાસ્તિક છે.

આત્મશ્રદ્ધા જ માનવને નરમાંથી સિંહમર્દ બનાવે છે.

તમે બધું કરી શકો છો, તમે સર્વશક્તિમાન છો.

પહેલાં એકાંતમાં રહીને-બેસીને ધર્મજીવનને સારી રીતે દૃઢ કરી લેવું પડશે.

મન-મૂક બનીને શક્તિ સંગૃહિત કરો અને આધ્યાત્મિકતાનો નડાયનૅમોથ (શક્તિસ્રોત) બની જાઓ.

ચિંતન કરતાં શીખો. નવા વિચારો જન્માવો.

વિચાર ઘણો મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આપણે જે કંઈ વિચારીએ છીએ તે જ બનીએ છીએ.

આપણા વિચારોનો અન્ય માટે પ્રચાર કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ.

આપણને આવશ્યકતા છે હૃદય અને મસ્તિષ્કના સમન્વયની.

જો હૃદય અને મસ્તિષ્કમાં મતભેદ ઊભો થાય તો હૃદયને અનુસરો.

આપણને એવા હૃદયની આવશ્યકતા છે જે સાગર જેવું ગહન-ગંભીર અને આકાશ જેવું વિશાળ-ઉદાર હોય.

હૃદય પૂર્ણ બને એટલે મુખે વાણી વહે અને હૃદય પૂર્ણ બને એટલે હાથ પણ કામ કરવા લાગે.

આપણે ત્રણ વસ્તુઓની આવશ્યકતા છેઃ અનુભૂતિ માટે હૃદય, કલ્પના માટે બુદ્ધિ અને કામ કરવા માટે હાથ.

પૃથ્વીની જેમ બધું સહન કરવાની શક્તિ પ્રાપ્ત કરો.

પવિત્રતા, દૃઢતા અને પરિશ્રમશીલતા – આ ત્રણેય ગુણ એકી સાથે હોય એમ હું ઇચ્છું છું.

ગંભીરતાની સાથે શિશુવત્ સરળતાને સાધો.

બધાંને પોતાની જેમ જોતાં શીખો. સમાનતાની ભાવના મુક્ત પુરુષનું લક્ષણ છે.

ઢોંગી બનવા કરતાં સ્પષ્ટવક્તા નાસ્તિક બનવું વધુ સારું છે.

ઊઠો, જાગો અને સંપૂર્ણતઃ નિષ્કપટ બનો.

ભય દુર્બળતાનું ચિહ્ન છે.

કામના અને સ્વાર્થથી જ ભય નિષ્પન્ન થાય છે.

જગતને જો કોઈ એક જ ધર્મનું શિક્ષણ આપવું હોય તો તે છે નનિર્ભયતા.થ

મર્દ બનો, સર્વદા કહોઃ નઅભીઃ અભીઃથ હું નિર્ભય છું, હું નિર્ભય છું.

દુર્બળતા જ જગતનાં બધાં દુઃખોનું કારણ છે.

દુર્બળતાને કારણે જ આપણે ચોરી-લૂંટફાટ, જુઠ્ઠાણાં-દગાબાજી જેવાં અનેક દુષ્કર્માે કરીએ છીએ.

જગતને મારે માત્ર આટલું જ કહેવાનું છેઃ બળવાન બનો.

શક્તિની ઉચ્ચતમ અભિવ્યક્તિ છે પોતાની જાતને શાંત રાખવી અને પોતાના પગ પર ઊભા રહેવું.

સમગ્ર જીવનનું એકમાત્ર ધ્યેય છેઃ કેળવણી.

સારા શિક્ષણનું ધ્યેય છેઃ માનવનો વિકાસ.

કોઈ પણ પ્રકારનું જ્ઞાન બહારથી નથી આવતું, એ બધું ભીતર જ છે.

મનની એકાગ્રતા જ સમગ્ર જ્ઞાન.

બાળક સ્વયં શિક્ષણ મેળવે છે. તમારું કર્તવ્ય તો માત્ર તેમને સહયોગ આપવાનું અને અડચણો દૂર કરવાનું છે.

કોઈનેય એમ ન કહો કેઃ નતમે ખરાબ છો.થ પરંતુ એને કહોઃ નતમે સારા છો અને વધુ સારા બનો.થ

જ્ઞાનપ્રાપ્તિનું રહસ્ય છેઃ બધાંમાંથી સાર-તત્ત્વ ગ્રહણ કરવું.

હું ધર્મને શિક્ષણનું અંતરતમ અંગ ગણું છું.

સાચું શિક્ષણ હંમેશાં પ્રકૃતિના સંપર્કમાં રહેવાથી જ પ્રાપ્ત થાય છે.

સાચું શિક્ષણ એ છે જે માનવને આત્મનિર્ભર બનાવે છે.

જે માણસ એમ કહે કે મારે કંઈ શીખવાનું નથી એ માણસ મૃત્યુના પથે છે એમ માની લેવું.

જ્યારે માણસને સમજાય કે જડ જગતમાં સુખની શોધના વ્યર્થ છે ત્યારે ધર્મનો પ્રારંભ થાય છે.

પ્રત્યક્ષ અનુભૂતિ જ ધર્મનું સારભૂત તત્ત્વ છે.

જ્યાં બુદ્ધિ અને વિચારનો અંત આવે છે ત્યાંથી ધર્મનો પ્રારંભ થાય છે.

ધર્મ માત્ર શ્રદ્ધાનો વિષય નથી પરંતુ એ તો છે નહોવુંપ અને નબનવુંપ.

નિઃસ્વાર્થપણું જ ધર્મની કસોટી છે.

ધર્મનો મૂળ ઉદ્દેશ્ય છેઃ માનવને સુખી કરવો.

જે ધર્મ ગરીબોનાં દુઃખ ન દૂર કરી શકે અને માનવને દેવ ન બનાવી શકે એ ધર્મ શું ધર્મ છે ?

વાસ્તવિક રીતે બધા ધર્માે એક નચિરંતન ધર્મથનાં અભિન્ન અંગો છે.

ધર્માંધોનો કોઈ ધર્મ જ હોતો નથી.

સંપ્રદાય ભલે રહે પણ સાંપ્રદાયિકતા દૂર થઈ જવી જોઈએ.

દરેક સંપ્રદાય એક એક મહાન સત્યનું દર્શન કરાવે છે.

કામના અસીમ છે અને એની પૂર્તિ સીમિત છે.

ભોગ તો છે લાખ લાખ ફેણવાળો સાપ – એને કચડવો જ રહ્યો.

વાસના જ આપણને બંધનમાં નાખે છે, ગુલામ બનાવે છે.

અજ્ઞાન, ભેદભાવવાળી બુદ્ધિ અને વાસના-આ ત્રણેય માનવજાતિનાં દુઃખનું મૂળ કારણ છે.

આપણે સુખની પાછળ દોડીએ છીએ અને દુઃખ આપણો પીછો કરે છે.

એક તોલા સુખના પ્રમાણમાં એકાદ શેર દુઃખ પણ આવે છે.

જીવન ક્ષણભંગુર છે, એક ક્ષણિક સ્વપ્ન છે; યૌવન અને સૌંદર્ય નશ્વર છે.

કોઈ જડ વસ્તુને મૂલ્યવાન ન માની લો અને એની લાલચમાં ન લપટાઓ.

હંમેશાં મૃત્યુનું મનન કરો.

વ્યર્થ અને અજ્ઞાનભરી જિંદગી જીવવા કરતાં મૃત્યુ વધારે સારું છે; હારેલું અને હતાશ જીવન જીવવા કરતાં યુદ્ધભૂમિમાં લડતાં લડતાં મરી જવું એ વધારે સારું છે.

નિમ્નનો ત્યાગ કરો જેથી તમને ઉચ્ચતા પ્રાપ્ત થાય.

ત્યાગ જ મહાન શક્તિ છે.

ત્યાગ-તપસ્યાથી જગતની સૃષ્ટિ થઈ છે.

જીવનમાં બધું ભયથી ભરેલું છે. માત્ર ત્યાગ જ નિર્ભય છે.

ઉપનિષદોનો પ્રાણ કે મૂળમંત્ર ત્યાગ છે.

ત્યાગ જ આધ્યાત્મિકતાનું પ્રથમ સોપાન છે.

જો બાહ્ય રીતે ત્યાગ ન કરી શકો તો મનથી બધું ત્યજી દો.

જીવનનું રહસ્ય ભોગ નથી પરંતુ અનુભવ દ્વારા કેળવણી મેળવવાનું છે.

ઇંદ્રિયજન્ય સુખોને માનવનું પરમ લક્ષ્ય માનવું એ મોટામાં મોટી મૂર્ખામી છે. માનવજીવનનું લક્ષ્ય છેઃ જ્ઞાન.

વિશ્વમાં પ્રત્યેક વસ્તુ મુક્તિ માટે સંઘર્ષરત છે.

પ્રકૃતિ કે જીવનનો આદર્શ મુક્તિ છે અને આ મુક્તિ પૂર્ણ નિઃસ્વાર્થ ભાવનાથી જ મેળવી શકાય.

નિર્બળ મનુષ્ય કદી મુક્તિ મેળવી શકતો નથી.

ત્યાગ વિના મુક્તિ શક્ય નથી.

ઉચ્ચગ્રાહી બનવું, ઊર્ધ્વગામી બનવું અને પૂર્ણતાની શોધના કરવી એને જ મોક્ષ કહેવાય છે.

સર્વાેચ્ચને જ ખોળતા રહો, સદૈવ સર્વાેચ્ચની શોધના કરો કારણ કે સર્વાેચ્ચમાં જ શાશ્વત આનંદ છે. સત્યને જાણી લો અને પળવારમાં જ તમે મુક્ત બની જશો.

વાસ્તવમાં અંતિમ સીમા સુધી પહોંચ્યા વિના સત્ય ક્યારેય સુખકર નથી બનતું.

નિરપેક્ષ સત્ય એક છે, સાપેક્ષ સત્ય અવશ્ય અનેક હોઈ શકે છે.

આપણે અસત્ય દ્વારા સત્ય સુધી નહીં પણ સત્ય દ્વારા ઉચ્ચતર સત્ય સુધી પહોંચવાનું છે. સત્ય જેટલું મહાન છે એટલું જ સહજ બોધગમ્ય છે.

એકમાત્ર ઈશ્વર જ સત્ય છે, એકમાત્ર આત્મા જ સત્ય છે અને એકમાત્ર ધર્મ જ સત્ય છે.

સત્ય પવિત્રતા છે, સત્ય સર્વજ્ઞાનનો ભંડાર છે.

સત્ય બળવાન બનાવનારું, દિવ્ય પ્રકાશ આપનારું અને ઓજસ આપનારું હોવું જોઈએ.

સત્ય પ્રાચીન કે અર્વાચીન સમાજ સામે ઝૂકતું નથી. સમાજે જ સત્ય સામે ઝૂકવું પડશે કે મરી ફીટવું પડશે.

દુનિયાદારીને દૂર રાખીને સત્યની વેદી પર નિર્ભયતાથી તેની ઉપાસના કરનારને જ સત્ય સાંપડે છે.

આદર્શને નીચો રાખીને આપણે આપણી દુર્બળતાનું સમર્થન ન કરવું જોઈએ.

જ્ઞાનલાભ માટે શાસ્ત્રોનું અધ્યયન ખૂબ આવશ્યક છે.

જેના હૃદયના ગ્રંથ ખૂલી ગયા છે એને કોઈ ગ્રંથની આવશ્યકતા રહેતી નથી.

આધ્યાત્મિક જ્ઞાન એવું જ્ઞાન છે કે જે આપણા જીવનનાં બધાં દુઃખ કષ્ટોને કાયમને માટે હરી લે છે.

આ દુનિયામાં જ્ઞાનદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે.

વેદનો અર્થ છે, અનાદિ સત્યોનો સમૂહ.

આર્યાેની બધી વિદ્યાનાં બીજ વેદમાં વિદ્યમાન છે.

વેદાન્ત બધા ધર્માેનો બૌદ્ધિક સાર છે.

વેદાન્ત જગતનો છેદ ઉડાડી દેતું નથી પરંતુ તે તો તેની વ્યાખ્યા કરે છે, સમજણ આપે છે.

વેદાન્તમાં વૈરાગ્યનો અર્થ છેઃ જગતને બ્રહ્મ રૂપે જોવું.

વેદાંતનું પ્રતિપાદ્ય છે નવિશ્વનું ઐક્યથ, માત્ર વિશ્વબંધુત્વ નહીં.

ઉપનિષદ જ્ઞાનનો સાગર છે. વિશ્વમાં એના જેવું અપૂર્વ કાવ્ય બીજું કોઈ નથી.

મુક્તિ – શારીરિક મુક્તિ, માનસિક મુક્તિ, આધ્યાત્મિક મુક્તિ એ જ ઉપનિષદોના સાંકેતિક શબ્દ છે.

ઉપનિષદોનું પ્રત્યેક પૃષ્ઠ મને શક્તિનો સંદેશ આપે છે.

ગીતા એક સુંદર પુષ્પમાળા કે ચૂંટેલાં સર્વાેત્તમ પુષ્પોના એક પુષ્પગુચ્છ સમાન છે.

મહાભારત ભારતીય ઇતિહાસનો અમૂલ્ય ગ્રંથ છે.

સર્વશ્રેષ્ઠ મહાપુરુષ શાંત-મૌન-મૂક અને અજ્ઞાત હોય છે.

દરેક મહાપુરુષનું જીવન જ એમના ઉપદેશોનું એકમાત્ર ભાષ્ય છે.

આજે પણ આ ભયંકર ભોગ-લાલસાપૂર્ણ સંસાર આવા મહાપુરુષો વિનાનો વાંઝિયો નથી.

કૃષ્ણના પ્રાચીન સંદેશમાં આપણને બે સર્વાેપરી વિચાર મળે છેઃ પહેલો છે વિભિન્ન વિચારોનું સામંજસ્ય-સમન્વય અને બીજો છે અનાસક્તિ.

જે દૃષ્ટિએ જુઓ તે દૃષ્ટિએ શ્રીકૃષ્ણનું ચારિત્ર્ય સર્વાંગસંપૂર્ણ જણાશે.

બુદ્ધ સમતાના મહાન ઉપદેશક હતા.

શ્રીરામકૃષ્ણ પરમહંસનું અધ્યયન કર્યા વિના વેદ-વેદાન્ત, ભાગવત અને અન્ય પુરાણોને સમજવાં અસંભવ છે.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવ જ્ઞાન, પ્રેમ, ત્યાગ, ઉદારતા અને માનવજાતની સેવાની એક પૂર્ણ ઘનીભૂત મૂર્તિ હતા.

પ્રત્યેક વ્યક્તિના ઉચ્ચતમ આદર્શને જ ઈશ્વર કહે છે.

ઈશ્વર, પ્રકૃતિ, આત્મા, વિશ્વ – આ બધા પર્યાયવાચી શબ્દ છે.

ઈશ્વર જગતની બહાર નથી પરંતુ તે તો તેની અંદર જ છે.

માત્ર ઈશ્વર જ શાશ્વત છે, બાકી બીજું બધું નશ્વર છે.

દિવસ-રાત ઈશ્વરનું જ રટણ-ચિંતન કરો. જેમ બને તેમ બીજા વિષયોનું ચિંતન છોડી દો.

સર્વદા ૐકારનો જપ જ યથાર્થ ઉપાસના છે.

કોઈની નિંદા ન કરો. જો દુઃખ-વિપત્તિ આવે તો માની લો કે ઈશ્વર તમારી સાથે ખેલ-લીલા કરે છે અને એમ સમજીને-માનીને દુઃખમાં પણ પરમ સુખી બનો.

હૃદયની પવિત્રતાથી જ ઈશ્વરદર્શન થશે.

મન, વાણી અને કર્મથી પવિત્ર બનો.

જો તમે પવિત્ર હશો અને જો તમે બળવાન હશો તો તમે એકલા જ સમગ્ર વિશ્વની સામે ઊભા રહી શકશો.

પવિત્રતા, ધૈર્ય અને ખંત આ ત્રણ સફળતાનું રહસ્ય છે પણ પ્રેમ તેમાં સર્વાેપરી છે.

તમે તમારી ભીતર આધ્યાત્મિક જ્યોતિ જલાવો. પાપ અને અપવિત્રતાનું અંધારું એની મેળે દૂર થઈ જશે.

જગતમાં પવિત્ર ચિંતનનું એક ઝરણું વહાવી દો.

આ જગતમાં પ્રત્યેક મનુષ્યને કર્મ તો કરવું જ પડશે. કર્મની સાથે દોષ તો અવશ્ય જોડાયેલ રહે છે.

ક્લેશ આસક્તિથી ઉત્પન્ન થાય છે, કર્મથી નહિ.

કાર્યક્ષેત્રથી પલાયનવૃત્તિ રાખવી એ શાંતિનો પથ નથી.

જે કંઈ કરો છો એને તત્કાલ માટે પોતાની પૂજા જ માની લો.

જેટલા પ્રમાણમાં આપણે શાંત અને મૂક બની રહીએ તેટલું આપણા માટે વધારે સારું છે અને એ પ્રમાણમાં વધુ ને વધુ સારું કાર્ય આપણે કરી શકીશું.

મુક્ત મને કાર્ય કરો, પ્રેમપૂર્વક કાર્ય કરો. મુક્તિ વિના પ્રેમ સાંપડતો નથી. ગુલામને સાચો પ્રેમ મળતો નથી.

પ્રેમ સાથે કરેલું પ્રત્યેક કર્મ આનંદદાયી હોય છે.

કર્મ કરો પણ ફળ તો ઈશ્વરને સમર્પિત કરો.

હું માત્ર પ્રેમ અને એકમાત્ર પ્રેમનું શિક્ષણ આપું છું. પ્રેમ જ પ્રભુ છે.

ઊઠો અને પ્રેમરૂપી પ્રભુની શોધના કરો.

પ્રેમનો પ્યાલો પીને પાગલ-મસ્ત બનો.

પ્રેમ એક ત્યાગ છે. તે ક્યારેય કંઈ લેતો નથી પણ સદૈવ આપતો રહે છે.

પ્રેમ સદૈવ આનંદની અભિવ્યક્તિ છે. એના પર દુઃખનો થોડોય પડછાયો હંમેશાં દેહપરાયણતા અને સ્વાર્થભાવનાની નિશાની છે.

આત્મા સિવાય કોઈના પર પ્રેમ-પ્રીતિ રાખવાનું ફળ શોક અને દુઃખ છે.

પ્રભુનામ જપમાં ચમત્કારિક શક્તિ છે.

સુષુપ્ત શક્તિ પ્રાર્થના દ્વારા સરળતાથી જાગી ઊઠે છે.

શબ્દ આવશ્યક નથી. મૌન-મૂક પ્રાર્થના શ્રેષ્ઠતર છે.

જ્ઞાન અને પ્રકાશ માટે પ્રાર્થના કરો. બાકીની બીજી બધી પ્રાર્થના સ્વાર્થ ભરેલી છે.

યોગ એટલે – મનુષ્ય અને ઈશ્વરને જોડવાની પદ્ધતિ.

જો તમે વધારે વાતો કરતા હો તો તમે યોગી નહીં બની શકો.

કોઈ વિષય પર મનને એકાગ્ર કરવાનું નામ જ ધ્યાન.

ધ્યાન એ આધ્યાત્મિક જીવનમાં સૌથી મોટું સહાયકબળ છે.

જે પવિત્ર વસ્તુ તમને સારી લાગે તેનું ધ્યાન કરો.

વિશ્વમાં કેવળ એક આત્મ-તત્ત્વ છે. બાકી બીજું બધું તેની અભિવ્યક્તિ છે.

દરેક બિંદુએ પોતાનામાં સિન્ધુને છુપાવ્યો છે.

આત્મા જ જીવનનું વાસ્તવિક સ્વરૂપ છે.

માનવ-આત્મા શુદ્ધ-સ્વભાવવાળો અને સર્વજ્ઞ છે.

આત્મા જન્મ અને મૃત્યુથી પર છે.

આત્મા બંધન અને મુક્તિ-એ બંનેથી પર છે.

સંપૂર્ણ પ્રકૃતિ એ પુસ્તક છે જેનું આત્મા અધ્યયન કરે છે.

પ્રકૃતિની આ બધી પરિવર્તન-ક્રિયાઓ આત્માના વિકાસ માટે છે.

હંમેશાં ભીતર જ જુઓ, બહાર ક્યારેય ન જુઓ.

તમે જડ નથી, શરીર નથી, જડ તો તમારો દાસ છે.

સાક્ષી બનો. પ્રતિક્રિયા કરવાનું ન શીખો.

જે સાક્ષી સ્વરૂપ છે તે જ આનંદ પ્રાપ્ત કરી શકે, બીજો નહીં.

તમે જન્મજાત અધિકારથી સ્વરૂપતઃ ઈશ્વર જ છો.

સ્વયં ઈશ્વર જ તમારું પ્રતિબિંબ કે પ્રતિમાસ્વરૂપ છે.

તમારી પાછળ છે શાંતિ અને આનંદનો અસીમ સાગર.

ઊઠો, જાગો અને ભીતરના દેવત્વની અભિવ્યક્તિ કરો.

સદૈવ સત્ અને અસત્નો વિચાર કરો.

પુનઃ પુનઃ કહોઃ નહું આત્મા છું, હું આત્મા છું.થ બાકીનું બીજું બધું ઊડી જવા દો.

હું સત્ -ચિત્-આનંદ છું. હું શાંત દેદીપ્યમાન અને અપરિવર્તનશીલ છું.

નમારો જન્મ નથી, મારું મૃત્યુ નથી, હું નિર્લેપ આત્મા છું.થ એવી ધારણામાં સાવ તન્મય થઈ જાઓ.

દિન-રાત પોતાની જાતને આ જ કહેતા રહોઃ નસોઽહમ્, સોઽહમ્થ.

અન્યનું ભલું કરવું એ આત્મવિકાસનો એક ઉપાય છે.

અન્યના ભલાથી આપણું જ ભલું થાય છે.

જીવસેવાથી ચડિયાતો બીજો કોઈ ધર્મ નથી.

કલિયુગમાં દાન જ એકમાત્ર કર્મ છે.

જેમ ગુલાબ પોતાના સ્વભાવથી જ સુગંધ ફેલાવ્યા કરે છે તેમ તમે પણ દાન કરો.

હાથ એટલા માટે આપ્યા છે કે તમે સદા આપતા રહો.

વિદ્યા, બુદ્ધિ, ધન, જન, બળ, વિક્રમ-વિજય-જે કંઈ પ્રકૃતિ આપણી સમક્ષ ધરે છે તે ફરીથી વિતરણ કરવા માટે જ આપે છે.

બધું સમર્પિત કરો પણ બદલામાં કંઈ ન ઇચ્છો.

બીજાને આપીને ભૂખથી તમે મરી જાઓ તો તે જ ક્ષણે-ક્ષણવારમાં તમે મુક્ત બની જશો.

લેવાવાળો ધન્ય નથી, ધન્ય તો છે દેવાવાળો.

જ્ઞાનદાન જ સર્વશ્રેષ્ઠ દાન છે.

આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખ ક્ષણભંગુર છે; પણ જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવન જીવે છે, બાકીના લોકો તો જીવતા કરતાં મરેલા વિશેષ છે.

કરુણાજન્ય પરોપકાર ઉત્તમ છે, પરંતુ શિવજ્ઞાને જીવસેવા – સર્વજીવસેવા તો એનાથીયે શ્રેષ્ઠ છે.

જે સમગ્ર વિશ્વનો વિભુ છે, તે જ જન જનમાં પણ છે.

પ્રત્યેક જીવ સર્વાેચ્ચ પ્રભુનું મંદિર છે.

ભારતના રાષ્ટ્રીય આદર્શ છેઃ ત્યાગ અને સેવા.

આધ્યાત્મિકતા જ આપણું જીવન-રક્ત છે.

આ દેશ દર્શન, ધર્મ, આચારશાસ્ત્ર, મધુરતા, કોમળતા અને પ્રેમની માતૃભૂમિ છે.

હિન્દુઓ રાજનીતિ, સમાજશાસ્ત્ર કે એવું બીજું જે કંઈ છે તે બધું ધર્મ દ્વારા જ શીખે છે.

હિન્દુ ધર્મનાં ત્રણ સારભૂત તત્ત્વ છેઃ ઈશ્વરમાં, શ્રુતિરૂપ વેદોમાં, કર્મવાદ અને જન્મજન્માંતરવાદના સિદ્ધાંતોમાં શ્રદ્ધા-વિશ્વાસ.

હિન્દુઓ અતીતનું જેટલું અધ્યયન કરશે તેટલું જ એમનું ભવિષ્ય ઉજ્જ્વળ બનશે.

ભારતનું પુનરુત્થાન થશે પણ જડ-શક્તિથી નહીં પરંતુ આત્માની શક્તિથી.

જાતિપ્રથાને ધર્મ સાથે કોઈ સંબંધ નથી.

બ્રાહ્મણનો જન્મ ઈશ્વરોપાસના માટે થયો છે.

ક્ષાત્રતેજ કે ક્ષત્રિયત્વ – વીરતા, આત્મસંતુષ્ટિ અને પ્રભુત્વમાં નથી પણ એ તો છે આત્મત્યાગમાં.

સતીત્વ જ નારીજાતિની જીવન-શક્તિ છે.

એ ભૂલશો નહીં કે તમારી નારીઓનો આદર્શ છેઃ સીતા, સાવિત્રી, દમયંતી.

સામાન્ય જન અને સ્ત્રીઓમાં શિક્ષણનો પ્રસાર કર્યા વિના આપણી ઉન્નતિનો બીજો કોઈ ઉપાય નથી.

સંગઠન અને મેળ-મિલાપ જ પાશ્ચાત્ય દેશવાસીઓની સફળતાનું રહસ્ય છે.

મન-વચન-કર્મની એકતા હોય તો મુઠ્ઠીભર લોકો દુનિયાને પલટી નાખે.

વિશ્વમાં એક માત્ર એવો દેશ છે જે ધર્મને પૂરેપૂરો સમજે છે – જાણે છે અને તે દેશ છે ભારત.

ભારતમાં આપણા સૌમાં જે એક વસ્તુનો અભાવ છે તે છે મેળમિલાપ અને સંગઠનશક્તિ. અને એને પ્રાપ્ત કરવાનો મુખ્ય ઉપાય છે આજ્ઞાપાલન.

અરસપરસ વાદ-વિવાદ કરવા અને એકબીજાની નિંદા કરવી એ આપણો જાતીય સ્વભાવ છે.

ઈર્ષ્યા જ આપણા ગુલામી માનસવાળા રાષ્ટ્રીય ચારિત્ર્યનું કલંક છે.

અહીં દરેક વ્યક્તિ નેતા બનવા ઇચ્છે છે પણ આજ્ઞાપાલન કરનાર કોઈ નથી.

ઈર્ષ્યા અને સ્વાર્થભાવના તમને આભડી ગયાં ન હોય તો જ તમે સાચા નેતા બની શકો.

જે સાચી સેવા કરી શકે છે તે જ સાચો શાસક કે નેતા બની શકે.

નશિર સમર્પે તે સરદારથઃ આપણે તો દગાબાજીથી નેતા બનવાનો પ્રયાસ કરીએ છીએ; એનાથી કંઈ વળતું નથી. અરે, એને કોઈ માનતું નથી.

મહાન વિશ્વ-સંગીતમાં ત્રણ ભાવોનો પ્રકાશ વિશેષ પ્રગટી ઊઠે છેઃ સામ્ય, બળ અને સ્વાધીનતા.

વિકાસની પહેલી શરત છેઃ સ્વાધીનતા.

નિયમોની અધિકતાનો અર્થ છે મૃત્યુ.

વિશાળતા જ જીવન છે અને સંકુચિતતા મૃત્યુ છે; પ્રેમ એ જ જીવન છે અને દ્વેષ એ મૃત્યુ છે.

કલા સૌંદર્યની અભિવ્યક્તિ છે. પ્રત્યેક વસ્તુ કલાપૂર્ણ હોવી જોઈએ.

ભાષાનું રહસ્ય છે સરળતા.

મનની શક્તિથી શરીરને સ્વસ્થ અને સબળ રાખી શકાય છે.

ભોજન એવું હોવું જોઈએ કે માત્રામાં ઓછું પણ પોષણક્ષમ હોય.

જાણે તમે એક વિદેશી પથિક, પર્યટક હો એ રીતે જગતમાં કાર્ય કરો.

આ દુનિયા એક મોટી વ્યાયામશાળા છે જ્યાં આપણે પોતાની જાતને બળવાન બનાવવા આવીએ છીએ.

સંસાર-જગત ન તો સત્ય છે કે ન તો અસત્ય. તે સત્યનો પડછાયો છે.

મારી દૃષ્ટિએ આ સંસાર એક ખેલ સિવાય બીજું કંઈ નથી.

હું માત્ર એટલું જ શિક્ષણ આપું છું જેને મેં મારા અનુભવથી સત્યરૂપે જોયું છે.

સત્ય જ મારો ઈશ્વર છે અને સમગ્ર વિશ્વ જ મારો દેશ છે.

પક્ષપાત જ બધા અનર્થાેનું મૂળ છે.

બલિદાન વિના કોઈ પણ મહાન કાર્ય કરી ન શકાય.

હજારો ઠોકર ખાધા પછી ચારિત્ર્યનું ઘડતર થાય છે.

પૂર્ણ પ્રેમ તેમજ વ્યર્થ પ્રતિકાર વિનાના અને દૃઢ શક્તિવાળા હૃદય દ્વારા ચારિત્ર્યઘડતર થાય છે.

ફરિયાદો અને ઝઘડાથી શું વળવાનું છે ? હંમેશાં બડબડાટ કરવાથી તમારું જીવન દુઃખમય બની જશે અને બધે અસફળતા જ સાંપડશે.

એકમાત્ર ઇચ્છાશક્તિથી જ બધું થઈ રહેશે.

બીજી બધી વસ્તુ કરતાં ઇચ્છાશક્તિ વધુ બળવાન છે.

ઇચ્છાશક્તિની સમક્ષ બીજું બધું શિર ઝુકાવે છે કારણ કે, ઇચ્છાશક્તિનું મૂળ છે ઈશ્વર, સ્વયં પરમાત્મા. પવિત્ર, પ્રબળ ઇચ્છાશક્તિ સર્વશક્તિમાન છે.

ચિત્તશુદ્ધિ અને મૌનથી જ વાણીમાં શક્તિ આવે છે.

મનુષ્યે વિચારવું જોઈએ. માનવની ગરિમા એની વિચારશીલતાને લીધે જ છે.

આપણામાંના દરેકે કાં તો નમૌલિકથ બનવું પડશે અથવા તો કંઈ નહીં.

શક્તિ જ એક આવશ્યક વસ્તુ છે. બળ એ ભવરોગનું ઔષધ છે.

ગાળો દેવાથી કે નિંદા કરવાથી ઉન્નતિ થતી નથી.

દુઃખ-દારિદ્ર્ય સિવાય વધુ સારો શિક્ષક બીજો કોઈ નથી.

તમે દુઃખી છો એવું જાણ્યા વિના દુઃખને સહન કરો.

ધર્મનો અર્થ છેઃ હૃદયના અંતરતમમાં સત્યની પ્રાપ્તિ.

સૌથી મહાન ધર્મ છે પોતાના આત્મા પ્રત્યે સાચું બનવું.

વાસનારૂપી મદિરાનું પાન કરીને આખું જગત મત્ત બન્યું છે.

ત્યાગનો અર્થ છેઃ નમૃત્યુ માટે પ્રેમ.થ

સુખ અને હર્ષ નાશ પામે છે.

આ સદૈવ પરિવર્તનશીલ જગતમાં સત્ય શું છે એની ખોજ કરો.

કાલે વિજય થાય કે પરમ દિવસે કે યુગો પછી, પણ સત્યનો અવશ્ય વિજય થાય છે.

મન, વચન અને કર્મથી બાર વર્ષાે સુધી, પૂર્ણ સત્યનું અનુષ્ઠાન કરવાથી માનવ જે ઇચ્છે તે પામી રહે.

વ્યાવહારિક રૂપે વેદાન્ત જ હિન્દુઓનો ધર્મગ્રંથ છે. આધુનિક ભૌતિક-વિજ્ઞાન એ જ નિષ્કર્ષાે સુધી પહોંચ્યું છે. વેદાન્ત તો આ નિષ્કર્ષાે સુધી યુગો પહેલાં પહોંચી ચૂક્યું હતું.

અદ્વૈત વેદાન્તની મુખ્ય વિશિષ્ટતા છેઃ પૂર્વવર્તી મતોનો સમન્વય સ્થાપવો.

સંસારનો ઇતિહાસ અલ્પ સંખ્યાના માનવોએ જ રચ્યો છે.

જગતનો ઇતિહાસ એટલે એવા અલ્પસંખ્યક માનવીઓનો ઇતિહાસ કે જેને પોતાનામાં શ્રદ્ધા હતી.

રાષ્ટ્ર કે માનવ જેવી પોતાની આત્મશ્રદ્ધા ગુમાવે કે તેનું મૃત્યુ અનિવાર્ય છે.

પ્રત્યેક જીવાત્મા એક નક્ષત્ર છે અને એ બધાં નક્ષત્રો ઈશ્વરરૂપી આ આનંદમય, નિર્મલ, નીલાકાશમાં ગોઠવાયેલાં છે.

ઈશ્વરની ઉપાસના જ્ઞાનયુક્ત ભક્તિથી કરો.

પ્રત્યેક કાર્યમાં પોતાની સમસ્ત શક્તિનો પ્રયોગ કરો.

તમારા પોતાના દ્વારા ઈશ્વરને કાર્ય કરવા દો. તે એમનું જ કાર્ય છે. એમને જ કરવા દો.

ઐક્ય જ પ્રેમની સર્વશ્રેષ્ઠ અભિવ્યક્તિ છે.

જ્યાં સાચો પ્રેમ છે ત્યાં ભૌતિક આકર્ષણ જરાય રહેતું નથી.

મૂર્તિ પણ ઈશ્વર છે. માત્ર એ વિચાર કરવાની ભૂલથી બચવું જોઈએ કે ઈશ્વર પ્રતિમા-મૂર્તિ છે.

જેટલું તમે ધ્યાન કરશો એટલો જ તમારો વિકાસ થશે.

એકાગ્રતા એ સર્વજ્ઞાનનું સારભૂતતત્ત્વ છે.

એકાગ્રતાના વિકાસ સાથે આપણે અનાસક્તિભાવ કેળવવો જ જોઈએ.

એકાગ્રચિત્ત જાણે કે એક પ્રદીપ છે જેના દ્વારા આત્માનું સ્વરૂપ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

સમગ્ર સંગીતમાં નસોઽહમ્, સોઽહમ્થ એક એ જ સ્વર-સૂર વહી રહ્યો છે. બીજા બધા સૂર તો એનાં ભિન્ન ભિન્ન રૂપો છે.

હું અજન્મા, અવિનાશી, આનંદમય, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, નિત્ય, જ્યોતિર્મય આત્મા છું. – દિવસરાત આનું જ ચિંતન-મનન કરો, જ્યાં સુધી તમારા જીવનનું અવિચ્છેદ્ય અંગ ન બની જાય ત્યાં સુધી એનું જ ચિંતન મનન કરો.

તમે કોઈને સહાય ન કરી શકો પણ તેની માત્ર સેવા કરી શકો.

એ જ લોકો ધન્ય છે જેમણે પોતાનાં જીવન બીજાની સેવા કાજે હોમી દીધાં છે.

જ્યાં સુધી આપણે બીજાની સેવાઓ લઈએ છીએ ત્યાં સુધી બીજાની સેવા કરવા આપણે બંધાયેલા છીએ.

ભૌતિકતા જાય નહીં ત્યાં સુધી કદી આધ્યાત્મિકતા પ્રાપ્ત ન થાય.

ત્યાગ કરવા સમર્થ થવું હોય તો, આપણે લાગણીવેડાથી પર થવું જોઈએ.

આપણે હંમેશાં આપણી નિર્બળતાને બળ તરીકે, આપણી લાગણીઓને પ્રેમ તરીકે અને આપણી કાયરતાને હિંમત તરીકે ખપાવવા પ્રયત્ન કરીએ છીએ.

આપણે સત્યનો એકરાર કરીએઃ આપણે જે નથી તેવા લોકો આપણને માને એ માટેની કોશિશમાં આપણી જિંદગીની નવદશાંશ શક્તિ ખર્ચાય છે.

એક વિચારને પકડીને તેની જ ઉપાસના કરો, તમારા પુરુષાર્થમાં ધીરજપૂર્વક આગળ ધપો, એટલે તમારા માટે સૂર્યાેદય થશે.

પ્રેમ, સહૃદયતા અને ધીરજ આ સિવાય બીજું કંઈ જરૂરી નથી. ઊઠો, જાગો; તમારી જાતને જગાડો અને બીજાને પણ જાગ્રત કરો.

મારા પુત્રો, તમે સૌ મનુષ્ય થજો. હું એ માગું છું ! તમને થોડી પણ સફળતા મળશે તો મારું જીવવું મને સાર્થક લાગશે.

લોકોએ વ્યવહારુ અને શારીરિક રીતે બળવાન બનતાં શીખવું જોઈએ. આવા મુઠ્ઠીભર નર-સિંહો જગત જીતશે, લાખો ઘેટાં નહીં.

ઇચ્છાઓ આપણને ભિખારી બનાવી દે છે અને આપણે તો મહારાજાનાં સંતાન છીએ, નહીં કે ભિખારીનાં.

કદી નનાથન કહો, ક્યારેય એમ ન કહો કે નહું ન કરી શકુંથ કારણ કે તમે અનંત શક્તિશાળી છો.

કદી નમારુંપ નમારુંપ ન કરો. જ્યારે જ્યારે આપણે નમારુંપ નમારુંપ કરીએ છીએ ત્યારે આપણા પર આપત્તિ ખાબકે છે.

ગરીબોને તો જ્ઞાનપ્રકાશ આપો પણ અમીરોને જરા વધારે જ્ઞાનપ્રકાશ આપો કારણ કે એમને તેની ગરીબો કરતાં વધારે જરૂર છે.

અજ્ઞાની સામે જ્ઞાનદીપ ધરો પણ કહેવાતા શિક્ષિત સામે જરા વધુ તેજસ્વી જ્ઞાનદીપ ધરો કારણ કે કહેવાતા શિક્ષણનો દંભ વધારે ભયંકર છે.

નમારું શું થશે ?થ એવો ભય ક્યારેય ન રાખો અને પરાવલંબી ન બનશો. પરાશ્રય એ જ દુઃખનું મૂળ છે.

હે મહાન આત્માઓ ! ઊઠો, જાગો ! આ દુનિયા દુઃખના દાવાનળમાં ભડકે બળે છે ત્યારે તમે સૂઈ શકો ખરા ?

જ્યાં સુધી સમગ્ર વિશ્વ પ્રભુમય ન બની જાય ત્યાં સુધી હું માનવીઓને સર્વત્ર પ્રેરણા આપતો રહીશ.

મારો ધર્મ શીખવે છે કે ભય એ સૌથી મોટું પાપ છે.

મને નિર્ભયતા અને અદમ્ય સાહસ ગમે છે અને મારા દેશબાંધવો પણ આ જ જુસ્સો કેળવે એ મને આવશ્યક લાગે છે.

દુનિયામાં હું એક જ વસ્તુને ધિક્કારું છું અને તે છે દંભ.

મને અનુસરનારો એક જ માનવી હશે તો ચાલશે પરંતુ, તે મરણપર્યંત સત્યપ્રિય અને નિષ્ઠાવાન હોવો જ જોઈએ.

હું સુધારણામાં માનતો નથી; હું પ્રગતિમાં માનું છું.

હું બીજાઓની સેવા માટે નરકમાં જવા પણ તૈયાર છું.

હું મારું કાર્ય વિદ્યુતના ચમકારાની ગતિથી કરવા માગું છું અને તે પણ એક ખડકની જેમ અડગ હોવું જોઈએ.

મારો સંકલ્પ આ છેઃ આદર્શને પામવો કે તે માટે પોતાનું જીવન હોમી દેવું.

હું ગરીબ છું અને ગરીબોને ચાહું છું.

કાર્ય કરવું એ ઘણું સારું છે. પરંતુ તે વિચારમાંથી આવે છે. એટલે મસ્તકને ઉન્નત વિચારોથી, સર્વાેચ્ચ આદર્શાેથી ભરી દો; તેમને દિનરાત તમારી દૃષ્ટિ તરફ રાખશો તો તેમાંથી જ મહાન કાર્યાેનો જન્મ થશે.

નમારા શબ્દો પ્રાણ છે અને એ જીવન છે.થ ઈશુના આ શબ્દો તમે સાંભળ્યા છે. એ જ રીતે મારા શબ્દો પણ પ્રાણ છે અને જીવન છે; તમારા મસ્તકમાં એ અગ્નિ પ્રવેશ કરશે અને એનાથી તમે કદી છટકી નહીં શકો.