Description

Amazon Kindle eBook is available

રામકૃષ્ણ મઠ અને મિશનના બ્રહ્મલીન પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે મૂળ અંગ્રેજીમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે આપેલ પ્રવચનોના ગ્રંથોનો ગુજરાતી અનુવાદ ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ નામે પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.

આ પુસ્તક બે વિભાગમાં વિભાજિત છે. પ્રથમ ભાગમાં જીવનનાં વિભિન્ન પ્રકારનાં કાર્યોમાં વ્યસ્ત જગતના વિચારશીલ લોકોને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય કરાવવા માટે શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલ પ્રવચન ‘An Introducation to the Study of the Gita’ નો અનુવાદ સામેલ છે. તેની સાથે મૂળ વિષયને અનુલક્ષીને તેમણે ‘The Charm and Power of the Gita’ નામનું એક ઉદ્બોધક વ્યાખ્યાન પણ આપ્યું હતું. તેનો અનુવાદ અહીં સામેલ છે.

આ મહાન ગ્રંથના પ્રત્યેક શ્ર્લોક પર આધુનિક વિચારોના આલોકમાં તથા સમયની આવશ્યકતા પ્રમાણે 1988 થી 1990 દરમિયાન આયોજિત વ્યાખાનમાળામાં દર રવિવારે રામકૃષ્ણ મઠ, હૈદરાબાદના વિવેકાનંદ હૉલમાં સ્વામી રંગનાથાનંદજી મહારાજે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ અંગે પ્રવચનો આપ્યાં હતાં. આ પ્રવચનો ત્રણ ભાગમાં Universal Message of the Bhagavad Gita નામે અંગ્રેજીમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત થયેલ છે. આ પ્રવચનોનો ગુજરાતી અનુવાદ આ જ પુસ્તકના બીજા ભાગમાં સામેલ કરવામાં આવ્યો છે.