પુસ્તક વિક્રેતાઓ

 • પુસ્તક વિક્રેતાઓને 50% ડિસ્કાઉન્ટ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે આપે નાણાંકીય વર્ષ દરમ્યાન ઓછામાં ઓછા 40,000 રૂપિયાનો ઓર્ડર નોંધાવાનો રહેશે.
 • નાણાંકીય વર્ષ દરમ્યાન 10,000થી 40,000 રૂપિયાનો ઓર્ડર નોંધાવાથી પુસ્તક વિક્રેતાઓને 40% ડિસ્કાઉન્ટ મળશે.
 • આપને જો પુસ્તકોની ખરીદીમાં મૂડી-રોકાણ ઓછું કરવું હોય તો અમે આપને ચલણ ઉપર પણ પુસ્તકો પુરા પાડીશું. આ યોજનાનો લાભ લેવા માટે આપે—
  1. પુસ્તકો મેળવ્યાના 6 મહિનાની અંદર જે બોક્ષમાં પુસ્તકો મળ્યા છે એ બોક્ષ ખોલ્યા વગરનું (સીલબંધ) પરત કરવાનું રહેશે.
  2. અમારી પાસેથી ઓછામાં ઓછા 50,000 રૂપિયાના પુસ્તકો અગાઉથી ખરીદી એની ચુકવણી કરી હોવી જોઈએ.
 • નાણાંકીય વર્ષના અંતમાં આપે આપના બધાજ બીલોની ચુકવણી કરી દેવાની રહેશે તેમજ ચલણ પર લીધેલા પુસ્તકો પરત કરી દેવાના રહેશે.

શાળાઓ, કોલેજો તથા ગ્રંથાલયો

 • શાળાઓ, કોલેજો તથા ગ્રંથાલયોને 25% ડિસ્કાઉન્ટ મળશે.

નિયમો

 • ટ્રાન્સપોર્ટનો ખર્ચ અમારા દ્વારા જ ભોગવવામાં આવશે.
 • આ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે આપ સૌએ અહીં આપેલ ફોર્મ ભરવાનું રહેશે. અમે આપનો સંપર્ક કરી આપની ઓળખનો પુરાવો માગીશું.